Pomegranate Juice Benefits: દાડમને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. દાડમ અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી, ઝિંક અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. જો દરરોજ સવારે એક ગ્લાસ તાજા દાડમનો રસ પીવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઘણા ચમત્કારિક ફેરફારો થાય છે. ચાલો જાણીએ તેના વિશે.