ન્યુયોર્ક,૨૩ નવેમ્બર,૨૦૨૪,શનિવાર
કેળા સરળતાથી સસ્તી કિંમતે આરોગી શકાય તેવું ફળ છે, ડઝન કેળા સસ્તાદામે મળી રહે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એક કેળું લાખ કે બે લાખમાં નહી બાવન (પર) કરોડ રુપિયામાં વેચાતા આશ્ચર્ય સર્જાયું છે. દુનિયાનું સૌથી મોંઘુ કેળું ૬૨ લાખ ડોલરની આસપાસનું હતું જે ખાવા માટે નહી પરંતુ એક આર્ટિસ્ટે પોતાની આર્ટ માટે ઉપયોગમાં લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઇટાલની કલાકાર મૌરિજય કેટેલનની કૃતિ કોમેડિયન દીવાલ પર ટેપથી ચિપકાવવામાં આવ્યું હતું. આ કેળાની ન્યૂયોર્કના સોથબીમાં નીલામી થઇ હતી.